VIDEO : ઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓ ભરેલી બસમાં આગ

  • 2 years ago
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રાએ જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે. એક બસ ગુજરાતમાંથી 21 જેટલા મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે અચાનક બસમાં આગ ભભૂકી ઉઠી હતી. યમુનોત્રી માર્ગ પર કટા પત્થર નજીક બસમાં આગ લાગી હતી. આ બસમાં કુલ 21 શ્રદ્ધાળુઓ સવાર હતા, જેમાંથી 19 શ્રદ્ધાળુઓ ગુજરાતના છે. આ શ્રદ્ધાળુઓએ હરિદ્વારથી યમુનોત્રી બસ બુક કરાવી હતી, જેમાં આ ઘટના બની હતી.