સરદાર સરોવર ડેમ છલકાયો: મુખ્યમંત્રીએ માં નર્મદાના વધામણાં કર્યા

  • 2 years ago
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની જળસપાટી મહત્તમ સ્તર પર પહોંચી છે. ડેમમાં હાલ પાણીનું સ્તર 138.68 મીટરે પહોંચ્યું છે. આથી ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમની મુલાકાતે પહોંચ્યા હતા અને માં નર્મદાના વધામણા કર્યા હતા.

Recommended