ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસના કર્યા વખાણ
  • 2 years ago
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ બાબતે નિવેદન આપ્યું છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસના વખાણ કર્યા છે. તથા ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા છે. સુરત શહેર

પોલીસે ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. તેમાં 650થી વધુ ડ્રગ્સ માફિયા પકડ્યા છે. તેમજ એક ને પણ જામીન મળ્યા નથી.

એક ને પણ જામીન નહી મળ્યા

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત પોલીસે પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તોડ્યું છે. જેમાં પંજાબ સરકારે ડ્રગ્સ માફિયાને પકડવા જોઈએ. ગુજરાત પોલીસ મજબુતાઈથી કામગીરી કરવા

તૈયાર છે. જેમાં ATSની ટીમને અભિનંદન આપવા પડશે. એક મહિનામાં સુરત શહેર પોલીસે ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. તથા એક મહિનામાં તમામને પકડશે. જેમાં ઇસ્માઇલ અને

અલ્લાહ રખ્ખાને પકડી પાડયા છે. આ બન્ને યુવાનોને નશાના રવાડે ચઢાવતા હતા.

પંજાબ સરકારે ડ્રગ્સ માફિયાને પકડવા જોઈએ

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે પંજાબનું ડ્રગ્સ નેટવર્ક તોડ્યું છે. પંજાબ સરકારે ડ્રગ્સ માફિયાઓને પકડવા મહેનત કરવી જોઇએ. તેમજ હજી બે મોટા નેટવર્કની માહિતી અમે પોતે

પંજાબને આપી છે છતાં કોઈ કાર્યવાહી કરાઇ નથી. જેથી તેઓ ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીની બુરાઈ કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ આવનારા ભવિષ્ય માટે મજબૂતાઇથી

કામગીરી કરવા તૈયાર છે.
Recommended