PM મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

  • 2 years ago
સુરતમાં ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગરીબ, મધ્યમ વર્ગના લોકો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તથા

મંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત છે. જેમાં વડાપ્રધાને વર્ચ્યુઅલી સભામાં હાજરી આપી છે. તથા મેગા મેડિકલ કેમ્પનો લાભ લેવા આવેલ લાભાર્થીઓ સાથે વાત કરી છે.

PM કિસાન યોજનાનો લાભ લોકોને મળ્યો

મેગા મેડીકલ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. તથા મેગા મેડીકલ કેમ્પના આયોજનમાં વડાપ્રધાને વર્ચ્યુઅલી સભામાં હાજરી આપી જણાવ્યું છે કે
પ્રજા જ અમારા માટે ભગવાન છે. PM કિસાન યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે. અન્ય લોકોને સરકારની મદદ મળે તે માટે જાણકારી ફેલાવો. આજે હું ઓલપાડમાં આવ્યો હોત તો

મને આનંદ હોત તથા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમામ કાર્યકર સેવાભાવથી કામ કરે છે. સુરત પહેલું શહેર હતું જ્યાં મીઠાના કાયદાનો વિરોધ થયો હતો.

4 કરોડ દર્દીઓને ફ્રી ઈલાજનો લાભ મળ્યો

સુરતની રગ રગમાં એકતાનો ભાવ છે. તથા સુરતમાં એકજૂથતતા સામે કોઈ પડકાર ટકી શક્યો નથી. તેમજ દેશની પ્રગતિ માટે દેશવાસીઓનું સ્વાસ્થ્ય પણ જરૂરી હોય છે. મેડિકલને લઈ

અનેક આધુનિક સુવિધાઓ બનાવાઈ છે. સુરતનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે. તથા 4 કરોડ દર્દીઓને ફ્રી ઈલાજનો લાભ મળ્યો છે. અને 97 ટકા લોકોને નલ સે જલ યોજનાનો લાભ

મળ્યો છે.

Recommended