રોશની માટે 60 લાખના ખર્ચને અપાઈ આગોતરી મંજૂરી
  • 2 years ago
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે. જેમાં કોરોનાના 2 વર્ષ બાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલ યોજાવા જઇ રહ્યું છે. તેમાં કાંકરિયા કાર્નિવલ માટે AMCએ તૈયારીઓ શરૂ કરી છે. તેમજ
રોશની માટે 60 લાખના ખર્ચને આગોતરી મંજૂરી અપાઈ છે. જેમાં કાંકરિયા લેક ફ્રન્ટમાં રંગારંગ કાર્યક્રમો યોજાશે.

કાંકરિયામાં પ્રથમવાર બનાવશે ભાતીગળ સ્ટેજ

ઉલ્લેખનીય છે કે કાંકરિયા કાર્નિવલમાં નૃત્ય, નાટ્ય, સંગીત, મ્યુઝિકલ ઇવેન્ટ અને રાસ ગરબા યોજાશે. જેમાં કાંકરિયામાં પ્રથમવાર ભાતીગળ સ્ટેજ બનાવશે. તથા આગામી 25થી 31

ડિસેમ્બરે કાંકરિયા કાર્નિવલ યોજાશે. જેમાં નગીનાવાડી, ઝૂ, બાલવાટિકા રોશનીથી ઝળહળી ઊઠશે. તથા લેઇકફ્રન્ટ પર ભવ્ય રોશની થશે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી

થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.25મીથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા લેઇકફ્રન્ટ પરિસર ખાતે રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય એવો કાંકરિયા કાર્નિવલ યોજવાનો નિર્ણય

કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિવર્ષ મુજબ કાર્નિવલના સાત દિવસ સુધી ઝળાઝળ રોશનીથી પણ યોજવામાં આવશે. આ રોશની માટે અત્યારથી જ રૂ.60 લાખના ખર્ચને અગોતરી મંજૂરી

આપી દેવામાં આવી છે.

રોશની માટે 60 લાખના ખર્ચને અપાઈ આગોતરી મંજૂરી

કાંકરિયા કાર્નિવલ દરમિયાન રોજ રાત્રે જ્યાં રોશની અને લાઇટિંગ કરવામાં આવનાર છે. તે સ્થળમાં કાંકરિયા લેઇક પેરીફરલ રોડ, કાંકરિયા તળાવની આસપાસની તમામ બિલ્ડિંગો,

કાંકરિયા લેઈકની અંદરના ભાગમાં આવેલા વૃક્ષો, કિડ્સ સિટી બિલ્ડિંગ, બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, નગીનાવાડી તથા વ્યાયામશાળા ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળોનો સમાવેશ કરવામાં

આવ્યો છે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર લેઇકફ્રન્ટ પરિસરના વિવિધ ભાગોમાં રોજ રાત્રે નૃત્ય, નાટય, સંગીત, મ્યુઝિકલ ઇવેન્ટ અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવનાર

છે.સ્વ.વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન 25મી ડિસેમ્બરની યાદમાં 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો હતો અને તેનો પ્રારંભ 2008માં

થયો હતો.
Recommended