ઘરેલુ LPG માટે 22,000 કરોડ રૂપિયાની સબસિડી આપવાનો કેબિનેટમાં નિર્ણય

  • 2 years ago
કેન્દ્રની મોદી કેબિનેટે સરકારી તેલ કંપનીઓને મોટી રાહત આપી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રની મોદી સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના રૂ. 22,000 કરોડની અંડર રિકવરી પર મોટો નિર્ણય લીધો છે. સરકારે LPGના વેચાણ પર થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે સરકાર આ ઓઈલ કંપનીઓને 22000 કરોડ રૂપિયા આપશે. કેન્દ્ર સરકારે ઘરેલુ LPGને અંડર રિકવરીની ભરપાઈ કરવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી પ્રશ્ન ચર્ચાતો હતો કે કંપનીઓની અંડર-રિકવરી વધી રહી છે, તેની ભરપાઈ કેવી રીતે થશે.

Recommended