આજે ભાવમાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી

  • 2 years ago
CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં અદાણી CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ પ્રતિ કિલોએ રૂપિયા 3.84નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ રૂપિયા

87.38માંથી ઘટીને રૂ.83.90 થયા છે. તાજેતરમાં અદાણી CNGના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં દિવસેને દિવસે તેના ભાવ વધતા હતા. તેમાં હવે આજે ભાવમાં ઘટાડો થતા

લોકોએ રાહત અનુભવી છે.

પ્રતિ કિલોએ રૂપિયા 3.84 નો ઘટાડો

ખાસ કરીને શહેરી વિસ્તારો મોટર અને રિક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-CNGના કિલોદીઠ ભાવમાં રૂપિયા 3.84નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં આજથી

અમલમાં આવે તે રીતે ઘટાડો કરવાની અદાણી ગેસ લિમિટેડે જાહેરાત કરી છે.

અદાણી CNG ના ભાવમાં ઘટાડો

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડિઝલનો વપરાશ કરનારાઓને તેના ભાવને કારણે વાહન ચલાવવામાં કરવા પડી રહેલા ખર્ચની તુલનાએ ઘટાડેલા ભાવને કારણે તેમને કરવા પડતા ખર્ચમાં

ઘટાડો થઈ જશે. તેને પરિણામે વાહનચાલકો તેમના વાહનોને સીએનજીથી ચાલતા વાહનોમાં રૂપાંતરિત કરાવવાનું વધારશે. સીએનજીના દરમાં ઘટાડો કરવાને પરિણામે લાખો

વપરાશકારોને લાભ થશે.

Recommended