મોદી માટે આજે માતૃવંદના દિવસ

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વતનનાં પ્રવાસે હતા. PM મોદીએ માટે આજનો દિવસ ખાસ હતો. આજના દિવસને તેમણે માતૃવંદના ગણાવ્યો હતો. આજે તેમણે ખાસ ત્રણ માતાને યાદ કર્યા હતા. સૌથી પહેલાં તેમણે તેમની જનેતા માતા હીરાબાને ત્યારબાદ જગત જનની મહાકાળી માતા અને છેલ્લે સમગ્ર દેશની મા ભારતીને યાદ કર્યા હતા. જાણે દિકરો આજે ત્રણેય માતાનું ઋણ ચૂકવવા આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમણે માતા હીરાબા માટે ટ્વિટ કરી હતી તેમાં પણ લખ્યું હતું કે મા એક શબ્દ નથી આખું જીવન છે.