ઉમેશ બારોટે વિદેશની ધરતી પર પણ દેશભક્તિના સૂર રેલાવ્યાં

  • 2 years ago
ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર ઉમેશ બારોટે વિદેશની ધરતી પર પણ દેશભક્તિના સૂર રેલાવ્યાં....ઉમેશ બારોટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બ્રિસબન સિટીના કાર્યક્રમમાં હર ઘર તિરંગાના નાદ સાથે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી.....સાથે જ દેશની આન બાન શાન એવા તિરંગાને વિદેશની ધરતી પર લહેરાવીને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને દેશભક્તિમાં તરબોળ કર્યાં....તો ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોએ પણ ગાયક ઉમેશ બારોટ પર ડોલરોનો વરસાદ વરસાવ્યો....