સુરતમાં સતત વરસતા વરસાદે તંત્રની ચિંતા વધારી

  • 2 years ago
સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વરાછા, લિંબાયત, કતારગામ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. તેમજ શહેરના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અત્યાર

સુધી સુરતમાં મોસમનો 46 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 18 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાતા અનેક ગામોને એલર્ટ કરાયા છે.

સતત વરસતા વરસાદે તંત્રની ચિંતા વધારી

શહેરમાં વહેલી સવારથી વાદળીયુ વાતાવરણ સાથે સતત વરસતા વરસાદે તંત્રની ચિંતા વધારી છે. જેમાં સર્વત્ર વરસાદ વરસતા પાણીની રેલમછેલ થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં

સૌથી વધુ ઉધના ઝોનમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં વરાછા અને લિંબાયતમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સેન્ટ્રલ, કતારગામ, વરાછામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે

અઠવા અને રાંદેર ઝોનમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

શહેરના તાપમાનમાં ઘટાડો થઇને 29.2 ડિગ્રી થયુ

તેમજ અન્ય ઝોનમાં છુટાછવાયા ઝાપટા પડ્યા છે. તેથી શહેરના તાપમાનમાં ઘટાડો થઇને 29.2 ડિગ્રી થયુ છે. જયારે લઘુતમ તાપમાન 25.9 ડિગ્રી થયુ છે. તેમાં હવામાં ભેજનું પ્રમાણ

89 ટકા થયુ છે. જેમા હવાનુ દબાણ 999.1 મિલીબાર છે. તેમજ દક્ષિણ દિશામાંથી કલાકના 18 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. જેમાં અત્યાર સુધી સુરત શહેરના મોસમનો કુલ વરસાદ

46 ઇંચ નોંધાયો છે.