રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ પડ્યો

  • 2 years ago
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 19 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ આવતા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ રાજકોટના

ઉપલેટામાં 4 ઈંચ વરસાદ તથા ઉમરગામમાં 3.7 ઈંચ, જામકંડોરણામાં 3.6 ઈંચ વરસાદ પડ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં 3.6 ઈંચ, દાહોદમાં 3.4 ઈંચ વરસાદ, બગસરામાં 2.9 ઈંચ, બાબરમાં 2.8 ઈંચ વરસાદ, રાણાવાવમાં 2.8 ઈંચ, લાખણીમાં 2.8 ઈંચ વરસાદ પડ્યો છે.

તેમજ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 10

અને 11 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ

માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં

રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે

વરસાદ થશે.