ગેસ કટિંગ કૌભાંડનો પર્દાફાશ : 29.85 લાખનો મુદ્દામાલ જપ્ત

  • 2 years ago
મોરબીના સાદુળકા ગામે ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીન્ડરો ભરી ચલાવવામાં આવતા ગેસ કટીંગના કૌભાંડ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડીને 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 29.85 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં ગુરૂકુળ તરફ જવાના રસ્તે એ.બી.સી. મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા (રહે. નાગડાવાસ) તથા રમણીકભાઇ ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા (રહે. નાની બરાર) ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીન્ડરો ભરી ગેસનું કટીંગ કરતા હોવાની હકીકત મળતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો.

Recommended