રાજ્યમાં વધારે વરસાદે વધારી મોંઘવારી

  • 2 years ago
રાજ્યમાં ભારે વરસાદની મોટી અસર શાકભાજી પર વર્તાઈ છે. જેમાં રાજ્યમાં વધારે વરસાદે મોંઘવારી વધારી છે. તેમાં ભારે વરસાદથી શાકભાજીના પાકને નુકશાન થયુ છે. તેથી

શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે. જેમાં શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. તેમાં શાકભાજીના ભાવ પ્રતિકીલોએ જોઈએ તો ચોળી પ્રતિકીલોએ 190 રૂ.

કિલો થઇ છે. જેમાં જૂનો ભાવ 60 રૂપિયા હતો.

કોબીજ 60 થી 70 રૂ. તથા જૂનો ભાવ 40 હતો. તથા ભીંડા પ્રતિકીલોએ 100 થી 120 જે પહેલા 80 હતા. ફ્લાવર 120 રૂ. જે પહેલા 90 હતા. ટીંડોળા પ્રતિકીલોએ 120 રૂ. જે પહેલા 80

હતા. પરવર પ્રતિકીલોએ 100 રૂ. જે પહેલા 80 હતા. રીંગણ પ્રતિકીલોએ 90 રૂ. જે પહેલા 50 હતા. દુધી 100 રૂ. જે પહેલા 40 હતા. તેમજ મરચા પ્રતિકીલોએ 80 થી 90 રૂ. જે પહેલા 40

હતા. આદુ 120 રૂ. જે પહેલા રૂ. 80 હતા. તથા કંકોડા પ્રતિકીલોએ 130 રૂ. જે પહેલા 100 હતા.