રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઇ

  • 2 years ago
રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે. તેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદની સંભાવના છે. તેમજ વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ છે. તથા

આજે અને આવતીકાલે અતિભારે વરસાદની સંભાવના છે. તથા બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે

અતિભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે 26 જુલાઈએ કેટલાક સ્થળે ભારે વરસાદ રહેશે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદમાં આજે અને આવતીકાલે ભારે

વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી 464 mm વરસાદ નોંધાયો છે. તથા સવારે 2 કલાકમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં થરાદમાં 3 ઈંચ, વાવમાં 1.5

ઈંચ વરસાદ, મહુધા, મહેસાણા, ખેરગામ, કઠલાલમાં 1.5 ઈંચ વરસાદ છે. તથા વિસનગર, પાલનપુર, લાખણી, ખારીજ, સુઈગામ 1.5 ઈંચ વરસાદ છે.

આજે અને આવતીકાલે અતિભારે વરસાદની સંભાવના

રાજ્યમાં આજે સવારે 6થી 8 વાગ્યામાં 103 તાલુકામા વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ બનાસકાંઠાના થરાદ તાલુકામાં 2.72 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વાવમાં 36 એમએમ,

ખેડાના મહુધા, મહેસાણામાં 32 એમએમ, નવસારીના ખેરગામમાં 32 એમએમ, ખેડાના કથલાલમાં 32 એમએમ, પાલનપુર અને લખાણીમાં 30 એમએમ વરસાદ નોંધાયો છે.

Recommended