મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા

  • 2 years ago
આજે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં મહેસાણા જિલ્લા કલેકટરે જિલ્લા વાસીઓને અપીલ કરી છે. તેમાં ભારે વરસાદને પગલે સાવચેત રહેવા

અપીલ કરી છે. જેમાં જિલ્લા કલેકટરે જિલ્લા ડિઝાસ્ટરના રાહત કામગીરી માટે નંબર જાહેર કર્યા છે.

ભારે વરસાદને પગલે સાવચેત રહેવા અપીલ

અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાવાની અસર મહેસાણા જિલ્લામાં જોવા મળી હતી. તેમાં સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં મંગળવારે સવારથી સાંજ સુધી

સતલાસણામા 20 મી.મી., મહેસાણા અને વિજાપુર 16 મી.મી.વરસાદ નોંધાયો હતો. ત્રણ તાલુકામા સામાન્ય વરસાદ તો 7 તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. મહેસાણામા

સવારથી ધીમીધારે વરસાદ પડયો હતો. જિલ્લા કલેકટરે જિલ્લા ડિઝાસ્ટરના રાહત કામગીરી માટે નંબર જાહેર કર્યા છે. તેમાં 02762 222220/222299 અથવા ટોલ ફ્રી નંબર 1077 નંબર

જાહેર કર્યા છે.

કલેકટરે ડિઝાસ્ટર અને રાહત કામગીરીના નંબર જાહેર કર્યા

હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં 24 કલાક દરમિયાન છૂટા છવાયા છાંટા પડયા હતા. જયારે બે દિવસથી અરબી સમુદ્રમાં ઉદભવેલા હવાના હળવા દબાણની અસર મંગળવાર

સવારથી મહેસાણા જિલ્લામાં જોવા મળી હતી. સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જે પગલે મહેસાણામા પોણો ઈંચ જેટલો ધીમીધારે વરસાદ પડયો હતો. તો વિજાપુરમા પણ પોણો

ઈંચ જયારે સતલાસણામા પણ પોણો ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

02762 222220/222299 અથવા ટોલ ફ્રી નંબર 1077 જાહેર

જિલ્લામાં સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. જેથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઈ ગરમીથી પણ રાહત મળી હતી. મંગળવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી

નોંધાતા લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો. જિલ્લાના ત્રણ તાલુકા સિવાય સાત તાલુકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં છૂટોછવાયો વરસાદ પડતા ખેડૂતોમા

હર્ષની લાગણી જોવા મળી હતી. જોકે ચોમાસાની ઋતુના એક મહિના બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતો ખરીફ્ વાવેતરમા લાગ્યા હતા. હવામાં ભેજનું પ્રમાણ

70 થી 80 ટકા રહેતા લોકોએ બફરાનો અનુભવ કર્યો હતો. મહેસાણા જિલ્લામાં 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તે પગલે જિલ્લા

ડિઝાસ્ટર વિભાગ પણ એલર્ટ બન્યું હતું.

Recommended