માંડવીમાં જળભરાવ વચ્ચે બે લોકોને વીજશોક લાગ્યો, એકનું મોત

  • 2 years ago
માંડવીના બાબાવાડી વિસ્તારમાં જળભરાવની સ્થિતિ વચ્ચે શિવાજી મંદિર પાસે બે લોકોને વીજશોક લાગ્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું અને બીજા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ બાદ NDRF ટીમ પણ બનાવસ્થળે પહોંચી હતી. મૃતક નગરપાલિકાનો કામદાર હોવાની પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું.