અમિત શાહે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી

  • 2 years ago
દેશમાં પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે. થોડા સમયબાદ રથયાત્રાનો પ્રારંભ થશે. જેમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. પરંતુ દર્શન માટે રથયાત્રાના દિવસે માસ્ક પહેરવું ફરજિયાત કરાયુ છે. સાથે જ રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામા આવ્યો છે.

ભગવાનની મંગળા આરતી સાથે જ હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. આરતી સમયે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા. આરતી બાદ સવારે 5:45 કલાક ભગવાનને રથમાં બેસાડવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. મંદિરમાં પહિંદ વિધિ કરીને રથને ખેંચીને ભગવાનની આ રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવશે.

Recommended