સિવિલ હોસ્પિટલમાં 10મા દિવસે તબીબોની હડતાલ યથાવત

  • 2 years ago
અમદાવાદમાં 10મા દિવસે તબીબની હડતાલ યથાવત છે. જેમાં સિવિલમાં આવતા દર્દીઓને હડતાલથી મુશ્કેલી પડી રહી છે. તેમજ તબીબો આજે પણ સિવિલમાં વિરોધ નોંધાવશે. તથા
તબીબોને IMA દ્વારા સમર્થન જાહેર કરાયુ છે. જેમાં IMAએ CMને પત્ર લખી સુખદ અંત લાવવા માંગ કરી છે.

સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં

ઉલ્લેખનીય છે કે સિવિલમાં અત્યાર સુધી 600થી વધુ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. જેમાં ઓપરેશન રદ્દ થતા બહારથી તબીબો બોલાવાયા છે. 15 એનેસ્થેસિયાના તબીબોને બહારથી

બોલાવાયા છે. જેમાં 10માં દિવસે પણ તબીબોની હડતાળ યથાવત છે. તેથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં છે. જેમાં આજે પણ તબીબો વિરોધ કરી રહ્યાં છે.

જાણો શું છે સમગ્ર મામલો:

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ હોસ્પિટલ 10માં દિવસમાં પ્રવેશી છે. આ ડોક્ટરોમાં વિદેશથી અભ્યાસ કરીને આવેલા ડોક્ટરો પણ સામેલ છે. રેસિડેન્ટ ડોક્ટરોની

હડતાળમાં વિદેશથી આવેલા ડોક્ટરો પણ જોડાયા છે. આ ઉપરાંત સિવિલમાં ઇન્ટર્નશિપ માટે આવેલા ડોક્ટરો પણ આંદોલન કરી રહ્યા છે.

સરકાર અને તબીબોની લડાઈમાં દર્દીઓ પરેશાન

સિવિલ હોસ્પિટલના લગભગ 1,100થી વધુ ડોક્ટરો સ્ટાઇપેન્ડની માંગને લઈને હડતાળ પર છે. જેમાં અગાઉ બી.જે. મેડિકલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ છે.

શ્રદ્ધાંજલિ પૂરી થયા પછી ડોક્ટરો વિરોધ પ્રદર્શનનના ભાગરૂપે મુંડન પણ કરાવ્યું હતુ. રાજ્યભરની છ મેડિકલ કોલેજમાં હડતાળ છે. ડોક્ટરોની હડતાળના લીધે સિવિલ હોસ્પિટલમાં તબીબી

સેવા આજે પણ ઠપ્પ રહી હતી. બી.જે. મેડિકલ કોલેજ ખાતે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Recommended