ડીસા નગરપાલિકા ચોમાસા માટે સજ્જ

  • 2 years ago
ચોમાસા દરમ્યાન સર્જાતી મુશ્કેલીઓના નિવારણ માટે ડીસા નગરપાલિકા અત્યારથી જ સજ્જ બની ચૂકી છે. ડીસા નગરપાલિકા પ્રમુખ શહેરમાં ચાલી રહેલી કામગીરીના તમામ સ્થળોની વિઝિટ લઈ રહ્યા છે. અને સાથે તજજ્ઞોને રાખીને આ કામગીરીને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય અને સ્થાનિક લોકોના વરસાદી સમયમાં શું શું પ્રશ્નો સર્જાય છે તે અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છે. સાથે જ ચોમાસામાં કોઈ હોનારત ન સર્જાય તે માટે હેલ્પ લાઇન નંબર પણ શરૂ કરવામાં આવનાર છે.કે જેથી વરસાદ દરમ્યાન કોઈ પણ જાતની મુશ્કેલી સર્જાય તો નગરજનો તાત્કાલિક ડીસા નગરપાલિકાનો સરળતાથી સંપર્ક કરી શકે...

Recommended