ગામલોકોએ કલેક્ટરને રજૂઆત કરવાનુ મન બનાવ્યુ છે

  • 2 years ago
સુરેન્દ્રનગરમાં પારડી ખારાઘોડા નજીક રોડ પર વારંવાર ઠલવાતા કેમિકલને કારણે આસપાસના ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રોડ પર આવેલી બ્રોમિન અને મેગ્નેશિયમની ફેક્ટરીઓ રણમાંથી મીઠુ પકવ્યા પછીનું વધારાનું પાણી ટેન્કરો દ્વારા રોડ પર ઢોળી દે છે. જેમા પાણીની સાથે રણની ચીકણી માટી પણ રોડ પર પથરાઈ છે જેના કારણે અવારનવાર મોટર સાઈકલ સહિતના વાહનો સ્લીપ મારવાના અકસ્માતો વધ્યા છે. થોડા દિવસ પહેલા જ બે સરકારી કર્મચારી બાઈક પરથી પટકાતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી તો એક રિક્ષા પણ પલ્ટી મારી ગઈ હતી. વારંવાર આ પ્રકારો લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કેમિકલ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. આખરે ગામલોકોએ કલેક્ટરને રજૂઆત કરવાનુ મન બનાવ્યુ છે.

Recommended