આરતીવંદના કરી ગણેશજીની ઉપાસના કરીએ

  • 2 years ago
આપણે દરરોજ ભક્તિ સંદેશનાં માધ્યમથી પ્રભુનાં આશીર્વાદ કરીએ છીએ પ્રાપ્ત...ત્યારે આવો આજે આપણે એક સાથે ગણપતિ બાપ્પા અને હનુમાનજીની અસીમ કૃપા મેળવીએ...જેમાં ગણેશ આરતીને સંગ ભજીશુ વિઘ્નહર્તાનું નામ...તો સાથે ગણેશજીનાં એક અનોખા અને સુંદર ધામનાં દર્શન કરવા જઈશુ ગીર સોમનાથ ખાતે કે જ્યાં કપર્દી ગણેશનાં નામે બિરાજે છે ગણપતિ બાપ્પા...ઉપરાંત ભજનકિર્તનનાં સથવારે લઈએ હનુમાનજીનું સ્મરણ.
કળિયુગના સમયમાં લોકો ભૌતિક વસ્તુઓને વધુ પ્રાધાન્ય આપે છે પરંતુ એ યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલિ કિંમતી લાગે પણ ઈશ્વર તરફથી મળેલી શાંતિ અને આંનદ જેટલી કિંમતી એકપણ વસ્તુ નથી આજે છે મંગળ કરનાર દેવ ગણપતિને ભજવાનો દિવસ ત્યારે આવો શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરવા ગણેશજીની ઉપાસના કરીએ આરતીવંદનાનાં માધ્યમથી