સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે હનુમાનજી વિશે વિવાદીત ટિપ્પણી કરી

  • 2 years ago
રાજકોટમાં તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ભગવાન વિશે વિવિધ અપમાન જનક શબ્દો ઉચ્ચારી રહ્યાં છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. તેમાં

હવે ભગવાન શિવ બાદ હવે હનુમાનજી પર વિવાદી ટિપ્પણી કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ હનુમાનજીને ભગવાન કહેવાનો ઈનકાર કરી રહ્યા છે.

અક્ષર મુનિ સ્વામીનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો

ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સંત અક્ષર મુનિ સ્વામીનો વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષર મુનિ સ્વામી હનુમાનજીને ભગવાન ન ગણવા વિશે

પ્રવચન આપ્યું છે. તેમાં અક્ષર મુનિ સ્વામીએ કહ્યું કે હનુમાનજી એ કોઈ ભગવાન નથી. તે સંત છે. તેઓ ભગવાનની ભક્તિ કરીને પૂજાઈ રહ્યા છે. હનુમાનજીએ ભગવાન રામની ભક્તિ કરી

આથી ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. અક્ષર મુનિ સ્વામીનો આ વીડિયો એક વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. જે હવે ફરીથી સોશિયલ મીડિયા (Social વાયરલ

થઈ રહ્યો છે.

ભગવાન રામે એમને પોતાની સમાન પૂજનિય બનાવ્યા

અક્ષરમુનિ સ્વામીએ જણાવ્યું છ કે હનુમાનજીને એક સંત ચોક્કસ કહી શકાય કારણ કે તેઓ મહાન બ્રહ્મચર્ય વ્રતના ધારણ કરનારા છે અને ભગવાનના ભક્ત છે. તેમણે ઉમેર્યુ કે હનુમાનજી

એ કોઈ ભગવાન નથી. પરંતુ ભગવાનને ભજી-ભજી અને સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે એમને પોતાની સમાન પૂજનિય બનાવ્યા. આ સાથે તેમણે

નારદજી અને સુખજીનું પણ ઉદાહરણ આપ્યુ. આ બધાય ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે.