ગૌતમ અદાણીનું રાજસ્થાનમાં 65000 કરોડના રોકાણનું વચન, ગહેલોત વિશે પણ કરી વાત

  • 2 years ago
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 સમિટ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ પહોંચ્યા હતા. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ આ પ્રસંગે સીએમ ગેહલોતની ઝડપી નિર્ણય લેવાની ખુબ પ્રશંસા કરી હતી. આગામી 5 થી 7 વર્ષમાં રાજ્યમાં રૂ.65,000 કરોડનું નવું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. આ સાથે તેમણે રાજસ્થાન સરકારની ઘણી અનોખી સામાજિક સુરક્ષા યોજનાઓની પણ પ્રશંસા કરી હતી.