PMએ જનતા કરફ્યુની અપીલ કરી તો અમદાવાદીઓએ 24 કલાક પહેલાં જ દૂધનો સ્ટોક કર્યો

  • 4 years ago
અમદાવાદ:કોરોના વાઇરસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્ંયુ પાળવા અપીલ કરી છે રવિવારે જનતા કરફ્યુંને લઈ તમામ દૂધ- કરીયાણું, શાકભાજી સહિતની દુકાનો બંધ રહેવાની છે જેથી લોકોએ અત્યારથી જ દૂધનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે અમદાવાદના અમુલ પાર્લર પર બપોરે 4 વાગ્યા સુધીમાં સ્ટોક ખૂટી પડ્યો છે મોટાભાગના અમુલ પાર્લર પર દૂધ મળી રહ્યું નથી સેટેલાઇટ, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા જેવા તમામ વિસ્તારમાં દૂધ ખૂટી પડ્યું છે વસ્ત્રાપુરના માનસી રોડ પર આવેલા પાર્લર પર ટેટ્રા પેક લેવા પણ લોકોની ભીડ જામી હતી અમુલના MD આર એસ સોઢીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દૂધની કોઈ જ અછત નથી પૂરતું દૂધ સપ્લાય કરવામાં આવી રહ્યું છે સાંજ સુધીમાં દૂધ મળી રહેશે

Recommended