ભૂતપુર્વ CJI રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા, વિપક્ષોએ વોકઆઉટ કર્યો

  • 4 years ago
સુપ્રીમ કોર્ટના ભૂતપુર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમને રાજ્યસભા માટે પસંદ કર્યા છે રંજન ગોગોઈએ જ્યારે શપથ લીધા તે સમયે વિપક્ષના કેટલાક સભ્યોએ ભારે ધાંધલ કરી હતી અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો ત્યારબાદ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે વિપક્ષના વિરોધની ટીકા કરી હતી તેમણે કહ્યું કે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક મહાન પરંપરા છે, જેમા ભૂતપુર્વ CJIનો પણ સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે રંજન ગોગોઈની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી થતા વિવાદ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ભારતના 46માં ચીફ જસ્ટીશ હતા આ પદ પર તેમણે 3,ઓક્ટોબર 2018થી 17 નવેમ્બર, 2019 સુધી રહ્યા હતા

Recommended