ઈટાલીમાં ઘરમાં પુરાયેલા લોકો સંગીતના માધ્યમથી એકબીજાને હૂંફ આપી રહ્યા છે

  • 4 years ago
કોરોનાવાઈરસને કારણે ઈટાલીમાં અત્યાર સુધીમાં 17,660 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 1266 લોકો મોતને ભેટ્યા છે રોજના સરેરાશ એક હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે આથી ઈટાલીનાં વિવિધ શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યાં છે પરિણામે ત્યાં રહેતા 6 કરોડથી પણ વધુ લોકોને પોતાના ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે ઈટાલીની હવામાં અત્યારે મોત તરતું હોવા છતાં ત્યાંના લોકોએ હિંમત ગુમાવી નથી

ઈટાલીનાં નેપલ્સ, સિએના જેવા શહેરોમાં ઘરમાં પુરાયેલા લોકો પોતપોતાની બાલ્કની અને બારીઓમાં ઊભા રહીને સંગીતની સુરાવલિઓ રેલાવી રહ્યા છે કોઈક ત્યાંના પરંપરાગત ગીતો ગાઈ રહ્યું છે, તો કોઈ વાયોલિન, અકોર્ડિયન, ગિટાર જેવાં વાજિંત્રો વગાડી રહ્યું છે પોતપોતાનાં ઘરોમાં રહીને પણ તેઓ આ રીતે વર્ચ્યુઅલ ઓર્કેસ્ટ્રામાં પર્ફોર્મ કરી રહ્યાં છે આવા સંખ્યાબંધ ‘હોન્ટિંગલી બ્યુટિફુલ’ વીડિયોઝ લોકો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે

ખાલી રસ્તાઓ અને સુમસામ શહેરો છતાં ઘરમાં પુરાયેલા લોકો સંગીતના માધ્યમથી એકબીજાને હૂંફ આપી રહ્યા છે

Recommended