નાનપુરામાં તલાક આપ્યા બાદ મહિલાના ઘરમાં ઘુસી પૂર્વ પતિએ હુમલો કરી ધમકી આપી

  • 5 years ago
સુરતઃનાનપુરા લક્કડકોટમાં તલાક બાદ પિતાના ઘરમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને પૂર્વ પતિએ હુમલો કર્યો હતો એકલતાનો લાભ લઈને ઘુસેલા પૂર્વ પતિએ હુમલો કરતાં મહિલાએ પોલીસમાં ગઈ હતી જ્યાંથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતીનાનપુરા લક્કડકોટ વિસ્તારમાં રહેતી 31 વર્ષિય ત્યક્તાએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેના પેલા લગ્ન થકી બે બાળકો હતાં તેની સાથે તલાક થયા બાદ પરિણીતાએ નવાઝ યાસીન સાથે નિકાહ કર્યા હતાં યાસીન સાથે પાંચ વર્ષના નિકાહ ગાળામાં એક બાળકી થઈ અને યાસીને છ મહિના પહેલા જ તલાક આપી દીધા હતાં જેથી મહિલા પોતાના પિતાના ઘરે રહેતી હતી જો કે તેમ છતાં પૂર્વ પતિ દ્વારા હેરાનગતિ ચાલુ રહી હતી એસિડ ફેંકવાની ધમકીની સાથે મારી નાખવાની ધમકી અપાતી હોવાનું તેણીએ ઉમેર્યું હતું

Recommended