વડોદરામાં યુવાને પાણીની ટાંકી પર ચઢીને આપઘાતની ધમકી આપી, ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો

  • 5 years ago
વડોદરા:બોલીવુડની સુપર હિટ ફિલ્મ શોલેના ધર્મેન્દ્રની જેમ વડોદરા શહેરના આજવા રોડ ચોકડી પાસે સયાજીપુરા ગામ સ્થિત પાણીની ટાંકી ઉપર આપઘાત કરવાના ઇરાદે એક વ્યક્તિ ચઢી ગયો હતો હાથમાં પથ્થર લઇને ચઢી ગયેલા યુવાનને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી જઇ યુવાનને હેમખેમ ઉતારવા પ્રયાસો હાથ ધર્યાં હતા 2 કલાકની જહેમત બાદ યુવાનને નીચે ઉતારવામાં સફળતા મળી હતી

Recommended