અમદાવાદના યુવાને વડોદરામાં પોતાની હોન્ડા સિટી કાર સળગાવી દીધી

  • 4 years ago
વડોદરાઃ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર પાસે અમદાવાદના ચાંદખેડાના યુવાને પોતાની હોન્ડા સિટી કાર જાતે જ સળગાવી દીધી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે યુવાને કયા કારણોસર પોતાની જ કારમાં આગ લગાવી તે જાણી શકાયુ નથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહેવાસી ગૌરવ સુભાષચંદ્ર વર્માએ આજે સવારે પોતાની હોન્ડા સિટી કાર અલકાપુરી વિસ્તારમાં આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરી હતી અને પાર્ક કર્યાં બાદ ગૌરવે પોતાની કારને આગ લગાવી દીધી હતી કારમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને લોકોએ વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો

Recommended