દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર કમોસમી વરસાદ

  • 4 years ago
અમદાવાદ:શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, નારણપુરા, સરખેજ, મકરબા, સેટેલાઇટ, જોધપુર, મેમનગર, ન્યુ રાણિપ, નવરંગપુરા, સોલા, શિવરંજની, પ્રહલાદનગર અને એસજી હાઇવે પર ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે મોટેરા, ખોખરા, મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઈશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રખિયાલ, ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો વરસાદને કારણે જીવરાજપાર્ક અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પાણી ભરાતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ગાંધીનગર અને કલોલમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે
સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા
વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ છે વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, સામાન્ય વરસાદી છાટા પડ્યા છે ફરી એક વાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે આવતીકાલે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે

Recommended