55 વર્ષ જૂના ગોરા બ્રિજને તોડવામાં તંત્ર અસફળ, આખરે બ્લાસ્ટિંગનો સહારો લીધો

  • 4 years ago
રાજપીપળા:સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા એક વધુ સુવિધા આપવા તંત્ર દ્વારા મોટી બે માળની ક્રુઝ બોટ નર્મદા નદીમાં મૂકવાની હોવાથી આ બોટ પોઇન્ટથી સ્ટેચ્યુ સુધી જવા 6 કિમીનો જળમાર્ગ બનાવવામાં આવશે જેમાં વચ્ચે આવતા ગોરા બ્રિજને તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે ચાર દિવસમાં બ્રિજ માંડ 20થી 25 મીટર જ તૂટ્યો હોવાથી તંત્રએ બ્લાસ્ટિંગનો સહારો લેવો પડ્યો છે, આ બ્લાસ્ટિંગ નો ધડાકો ભયાનક છે કે વાગડીયા અને ગોરા ગામના લોકો પણ ડરી ગયા હતા અને કેટલાક યુવાનોએ તો બ્લાસ્ટિંગ નો વિડિઓ સોશિયલ મીડિયામાં વહેતો મૂક્યો એટલું જ નહીં મ્યુઝિક સાથે ટિક્ટોક પણ પોસ્ટ કરી ફેસબૂક પર મૂક્યું છે

Recommended