પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 8ની વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આરોપ, ગામલોકોનો હોબાળો

  • 4 years ago
સરકારના બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો વચ્ચે લંપટ શિક્ષકો દ્વારા થતી વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટનાઓ સામે આવે છે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામે બની હતી શાળાના આચાર્યએ શિક્ષણના પાઠ ભણવાનું ભૂલીને ધોરણ-8ની વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આક્ષેપ થતાં ગામલોકોએ હોબાળો મચાવ્યો હતો

છેડતીનો બનાવ કેવી રીતે સામે આવ્યો?
કુડોલ પ્રાથમિક શાળાના વિકૃતિ માનસ ધરાવતા આચાર્ય કિરીટ પટેલે ધોરણ-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરી છેડતી કરતા વિદ્યાર્થિનીએ પહેલાં શાળાની અન્ય શિક્ષિકાને જાણ કર્યા બાદ બીજા દિવસે ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરી હતી ત્યારબાદ પરિવારજનો એ શાળાના સ્ટાફને મળીને આ બાબતે ન્યાયની માંગણી કરી હતી અને આખરે પાંચમા દિવસે પણ વિદ્યાર્થીને ન્યાય નહીં મળતા વાલીઓ સહિત ગ્રામજનોએ શાળાએ દોડી આવ્યા હતા શિક્ષકે શિક્ષણ જગતના લીરેલીરા ઉડાવી દેતી ઘટનાના પગલે ગ્રામજનોએ હોબાળો મચાવી આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી

Recommended