ટ્રમ્પના રૂટ પરના રોડ પર ઉભા રહેવા માટે પણ આધારકાર્ડ ફરજીયાત, પોલીસ કમિ.નો આદેશ

  • 4 years ago
અમદાવાદ:આગામી 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા છે મોદી અને ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાના છે જે લોકોને રોડ શોમાં જોવો હોય તેઓએ પોલીસે બનાવેલા આઈકાર્ડ પહેરીને શો જોવાનો રહેશે સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસ સામે આવેલી સોસાયટીઓમાં પોલીસ કમિશનર ઓફિસ તરફથી આપેલી સૂચના મુજબ 24 ફેબ્રુઆરીએ બંને મહાનુભાવોનો રોડ શો યોજાઈ ત્યારે રોડ શો જોવા આધારકાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે પોલીસ કમિશનર ઓફિસથી આઈકાર્ડ આપવામાં આવશે આ આઈકાર્ડ વાળી વ્યક્તિ જ સોસાયટીની બહાર રોડ શો માટે ઉભી રહી શકશે ઉપરાંત 24 ફેબ્રુઆરીએ બહારના કોઈપણ વ્યક્તિએ પોતાનું 2 વહીલર અને 4 વહીલરને સોસાયટીમાં પાર્ક નહીં કરવા જણાવ્યું છે નહીં તો પોલીસને સોંપવામાં આવશે તેમ જણાવ્યું છે