મકરપુરા GIDCના સુએઝ પંપિંગ સ્ટેશનમાં પમ્પના રિપેરીંગની કામગીરી દરમિયાન 20 ફૂટ ઊંચેથી પટકાતા યુવાનનું મોત

  • 4 years ago
વડોદરા:વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીના સુએઝ પંપિંગ સ્ટેશનના પમ્પના રિપેરીંગની કામગીરી દરમિયાન 20 ફૂટ ઊંચેથી પટકાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું ગુરૂવારે સાંજે બનેલા આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતા વિનોદ અનિલભાઇ સોની(22) પાલિકાના કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો ગુરૂવારે સાંજે મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલ સુએઝ પંપિંગ સ્ટેશન ખાતે આવેલ સુએઝ પમ્પીંગ સ્ટેશનમાં પમ્પીંગ રીપેરીંગનું કામ કરતો હતો દરમિયાન તે 20 ફૂટ ઉંચેથી પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તને તુરતજ સાથી કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં લઇને આવવા માટે નીકળ્યા હતા પરંતુ, હોસ્પિટલ પહોંચતા પહેલાં તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Recommended