ભારતના ટુકડાં કરવાનું કહેનાર શરજિલ ઈમામ કોણ છે?
  • 4 years ago
વિડિયો ડેસ્કઃ આજકાલ શરજિલની દેશભરમાં ચર્ચા થઈ રહી છે દેશદ્રોહના કેસમાં હવે તેની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે જોઈએ કે આ શરજિલ ઈમામ ખરેખર કોણ છે? શર્જિલ ઈમામનો જન્મ બિહારના જહાનાબાદના મસ્લિમ પરિવારમાં થયો હતો દસમા ધોરણ સુધીનો અભ્યાસ તેણે પટણાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કર્યો હતો સારી ટકાવારીને કારણે તેણે ધોરણ 11-12 માટે DPS વસંતકુંજમાં એડમિશન લીધું હતું 12મા પછી તે IIT પોવાઈ માટે સિલેક્ટ થઈ ગયો IITમાં 227મી રેન્ક મળતાં IIT મુંબઈથી બીટેક અને એમટેક કર્યું હતું એમટેક પછી તે IIT મુંબઈમાં જ ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ભણાવવા લાગ્યો જો કે થોડા સમયમાં જ તેણે આ નોકરી છોડી દીધી અને સોફ્ટવેર કંપની સાથે જોડાઈ ગયો

સારી તક મળતાં તે ડેન્માર્કની રાજધાની કોપનહેગન ગયો, અહીં તે કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો થોડો સમય નોકરી કરી તે ફરી ભારત આવી ગયો અને 2015માં JNUના મોર્ડન હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું અહીંથી જ તે વિભાજન અને ભારતીય મુસલમાન વિષય પર રિસર્ચ કરી રહ્યો હતો શરજિલ આઈસામાં બે વર્ષ કરતાં વધુ સમય રહ્યો હતો, તે દરમિયાન એક વર્ષ કાર્યકારિણીનો સભ્ય પણ હતો આઈસાના ઉમેદવાર તરીકે શરજિલેજેએનયુમાં વર્ષ 2015માં કાઉન્સેલરની ચૂંટણી પણ લડી હતી

શરજિલ ઈમામનો પરિવાર પણ રાજનીતિ સાથે જોડાયેલો છે તેના પિતા અકબર ઈમામ જનતા દળના યૂનાઇટેડ નેતા હતાં 2005માં તેમણે જહાનાબાદ સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી, પણ તેઓ હારી ગયા હતા સરજિલનો ભાઈ પણ CAA વિરુદ્ધ આંદોલનમાં ખૂબ જ સક્રિય છે

દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા CAA વિરોધી પ્રદર્શનમાં શરજિલે આસામને લઈને ભડકાઉ ભાષણ કર્યું હતું આ જ ભાષણને આધારે તેના પર દેશદ્રોહનો કેસ દાખલો થયો છે
Recommended