વડોદરા નજીક 8 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, લગ્ન કરીને જઇ રહેલા નવદંપતીનો બચાવ

  • 4 years ago
વડોદરાઃ વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 તરસાલી બાયપાસ પાસે સોમવારે મોડી રાત્રે ક્રેઇન મારફતે રોડ પરથી વાહન હટાવતી વખતે આઠ વાહનોનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં લગ્ન કરીને કારમાં જઇ રહેલા નવ દંપતીની આબાદ બચાવ થયો હતો નેશનલ હાઇવે નં-48 ઉપર તરસાલી બાયપાસ પાસે ક્રેન વડે વાહન હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પુરપાટ જઇ રહેલા ટ્રક ચાલકે આગળની સર્જાયેલી અકસ્માતની ઘટના જોઇને અચાનક બ્રેક મારતાં પાછળથી આવી પહેલા અન્ય વાહનો એક પછી એક 7થી 8 જેટલા વાહનો સાથે અથડાયા હતા જેમાં એક નવ દંપતીની શણગાર કરેલી કારનો પણ સમાવેશ થાય છે સદનસીબે નવ દંપતી સહિત અન્ય વાહનચાલકોને સાધારણ ઇજાઓ થઈ હતી