રતનપુર નજીક બે લોડિંગ જીપ-ટવેરા વચ્ચે અકસ્માત, બાળક સહિત ત્રણના મોત અને છ ઈજાગ્રસ્ત

  • 5 years ago
બનાસકાંઠાઃ પાલનપુરનાં રતનપુર નજીક બે લોડિંગ જીપ અને ટવેરા કાર(GJ02 BP8024) વચ્ચે અકસ્માત થતાં બે વૃદ્ધ અને એક બાળક સહિત ત્રણના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે ટવેરામાં સવાર લોકો પાલનપુરથી મા અંબાનાં દર્શન કરવા અંબાજી જઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

Recommended