ઉમરગામમાંથી ગેરકાયદે આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ,પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવતાં બે ઝડપાયા

  • 4 years ago
વલસાડઃઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, બેન્ક પાસબુક, સ્કૂલ બોનોફાઈડ સહિતના ડોક્યુમેન્ટ બોગસ બનાવી આપતાં બે આરોપીઓને વલસાડ એલસીબી પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાતમીના આધારે ઝડપાયા

ઉમરગામ ગાંધીવાડી જીઆઈડીસી રોડ પાવર હાઉસ સામે હરી રેસિડન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મણીબેન એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં વિનેશ ઉર્ફે બંટી ધનસુખ ભંડારી અને બિહારનો રહેવાસી કરણજીતસિંગ રામનરેશસિંગ સરકારી દસ્તાવેજો બોગસ રીતે બનાવતાં હતાં આરોપીઓ અગાઉ આધારકાર્ડ બનાવવાની એજન્સી ચલાવતાં હતા પરંતુ એ કામ બંધ થઈ જવા છતાં ગેરકાયદે રીતે આધારકાર્ડ બનાવતાં અને અન્ય દસ્તાવેજો તેઓ ફોટો શોપની મદદથી એડિટ કરીને અરજદારને આપી દેતા હતાં આ અંગે પોલીસે બાતમી મળી હતી જેથી પોલીસે રેડ કરીને બન્ને આરોપીઓ અને ત્રણ લેપટોપ, સહિતનો સામાન કબ્જે કરી વધુતપાસ હાથ ધરી છે

Recommended