MSUની વીપીને ધમકાવાનો મામલો, ઝુબેર પઠાણ સહિતના 8 આરોપીઓ ઝડપાયા

  • 5 years ago
વડોદરા:હોળીના દિવસે હોસ્ટેલમાં થયેલી મારામારી બાદ એક વિદ્યાર્થી પાસે રેગિંગની ખોટી ફરિયાદ કરાવનાર આર્ટસ ફેકલ્ટીના એક વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા તેમજ તેને બચાવવા બે ગ્રુપો દ્વારા શુક્રવારે હેડઓફીસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી આ બે ગ્રુપો પૈકી રજૂઆત માટે આવેલ વીપી સલોની મિશ્રા સહિતની વિદ્યાર્થીનીઓ પર પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણે અસભ્ય ભાષામાં બૂમો પાડીને વીપી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપી હતી જેથી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઝુબેર પઠાણ સહિતના આઠ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે