M.com યુવાન ખેડૂતે મધમાખીના વ્યવસાયમાં ઝંપલાવ્યું, રૂ. 18 લાખ કમાવવાનો અંદાજ

  • 4 years ago
બનાસકાંઠાના ખેડૂતો દાડમ, પપૈયા, શક્કર ટેટી બાદ હવે મધમાખીના વ્યવસાયમાં પણ કાઠું કાઢી રહ્યા છે ત્યારે ડીસાના નાગફણાના એમકોમ વિથ ઇંગ્લિશ સુધી અભ્યાસ કરેલા યુવાન ખેડૂતે 450 પેટી મધમાખી વસાવી છે જેને આ વર્ષે અંદાજે 18 લાખ કમાવવાનો અંદાજ છે જ્યારે લાખણીના મડાલના ખેડૂતે 600 પેટી વસાવી છે જેમને ‌આ વર્ષે 50 લાખ કમાવવાનો અંદાજ છે
બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા, રાધનપુર અને સાંતલપુરના 381 ખેડૂતોને મધ ઉછેરની તાલીમ આપી છે આ ખેડૂતોના ઘરે આવી બનાસ ડેરી 150 રૂપિયે કિલો મધ ખરીદે છે જેમાં ડીસા તાલુકાના નાગફણા ગામના પંકજ દેસાઇ એમકોમ વિથ ઇંગ્લિશનો અભ્યાસ પુરો કરી 21 વર્ષની ઉંમરે ખેતીમાં ઝંપલાવ્યું હતું જેમાં પારંપારિક ખેતી કરતા હતા પરંતુ ત્રણ વર્ષથી તેઓ મધનો વ્યવસાય શરૂ કર્યો છે

Recommended