સિંધિયા સાથેની સેલ્ફીથી સાંસદ સુધીની સફર, જ્યોતિરાદિત્યને સૌથી ખાસ માણસે જ 1 લાખ મતથી હરાવ્યા

  • 5 years ago
લોકસભાની ચૂંટણીમાં આવેલી મોદી લહેરથી રાજ પરિવારોના સભ્યોને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે આ બધામાં સૌથી વધુ ચર્ચાતીહાર કોઈની હોય તો તે છે ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુના બેઠકની જો વાત કરીએ તો છેલ્લા 62 વર્ષથી સિંધિયા પરિવારનો એકપણ સભ્ય હાર્યો ન હતો જો કે આ વખતે ભાજપના ઉમેદવાર કેપી યાદવે જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુના બેઠક પરથી હરાવ્યા છે કારમી હારમળવાની સાથે જ આ ફોટોની સાથે જ સિંધિયાની હારનો કિ્સ્સો પણ વાઈરલ થવા લાગ્યો હતો કૃષ્ણ પાલ યાદવના વાઈરલ થઈ રહેલા આફોટોમાં જોઈ શકાય છે કે તે કારમાં બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સેલ્ફી લઈ રહ્યા છે લોકોમાં પણ આ ફોટોના કિસ્સાએ કૂતુહલ જગાવ્યુંહતું તમને પણ જણાવી દઈએ કે આ ફોટો પણ જ્યોતિરાદિત્યનાં પત્ની એ જ શેર કર્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે જેઓ ક્યારેક મહારાજનીસાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હતા તેમને આજે ભાજપે તેમની સામે ઉમેદવાર ઘોષિત કર્યા છે આ પ્રકારની પોસ્ટ કરવાનું કારણ પણ કદાચસિંધિયા પરિવારને ગુના બેઠક પરથી મળેલી પ્રચંડ બહુમતી જ હતું જો કે જ્યારે પરિણામ આવ્યાં ત્યારે સૌ કોઈને આ પોસ્ટનું સ્મરણ થયું હતુંકેમકે કૃષ્ણ પાલ યાદવે આ મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને 1 લાખ 23 હજાર વોટથી હરાવ્યા હતા એક સમયે જ્યોતિરાદિત્યસિંધિયાની સાથે સેલ્ફી લેનાર અને તેમના ખાસ કહેવાતા કેપી યાદવને પણ કલ્પના નહીં હોય કે તેઓ આવી જીત મેળવશે

Recommended