કેલિફોર્નિયામાં 3 વર્ષની સૌથી ભયાનક આગ, 2.30 લાખ એકરમાં ફેલાઈ

  • 5 years ago
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ અત્યાર સુધી 230 લાખ એકરમાં ફેલાઈ ગઈ છે આગની ચપેટમાં દસ શહેર આવી ગયા છે હજારો ઘર ખાક થઈ જવાના કારણે આશરે છ લાખ લોકો બેઘર થયા છેઅમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સના રિપોર્ટ પ્રમાણે, ગ્લોબલ વોર્મિંગના કારણે કેલિફોર્નિયાના જંગલોમાં તાપમાન વધ્યું છે આ આગનું નામ મારિયા ફાયર રખાયું છે 12 દિવસ પહેલા લાગેલી આ આગની સૌથી વધુ અસર દક્ષિણ કેલિફોર્નિયામાં થઈ છે જે વિસ્તારમાં આગ બુઝાઈ ગઈ છે, ત્યાં લોકોને પાછા જવાની ધીમે ધીમે મંજૂરી અપાઈ રહી છે આ કેલિફોર્નિયામાં છેલ્લા 3 વર્ષમાં લાગેલી સૌથી ભીષણ આગ છે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી 2017માં 13 લાખ અને 2018માં 19 લાખ એકરમાં આગ લાગી હતી 2018માં 86 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેકને ઈજા થઈ હતી