રાજકોટમાં 1.86 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર થનારા ત્રણ શખ્સો CCTVમાં કેદ

  • 5 years ago
રાજકોટ: પોલીસ હેડ ક્વાર્ટરને અડીને આવેલા રૂડા બિલ્ડિંગ રોડ પર સોમવારે રાતે સવા નવ વાગ્યાની આસપાસ લૂંટનો બનાવ બન્યો હતો ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતા વિનુભાઇ લીલાધરભાઇ દાવડા નામના વૃદ્ધ કુવાડવા રોડ પર આવેલા આશિષ ટ્રેડર્સ નામની કોટનની પેઢીમાં કેશિયર તરીકે છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે દરમિયાન વિનુભાઇ સોમવારે રાતે ઓફિસથી રૂ186 લાખની રોકડ થેલામાં મૂકી તેમના સ્કૂટરની ડેકીમાં મૂકી ઘરે જવા નીકળ્યા હતાહોસ્પિટલ ચોકથી જામટાવર થઇ વિનુભાઇ તેમના સ્કૂટર પરથી રૂડા ઓફિસ થઇ રેસકોર્સ રિંગ રોડ તરફ આવી રહ્યાં હતા ત્યારે પ્રભાત હોસ્પિટલથી આગળ પહોંચ્યા ત્યાં જ અચાનક પાછળથી ટ્રિપલ સવારીમાં આવેલા શખ્સોએ સ્કૂટરને ધક્કો મારી દીધો હતો જેને કારણે વિનુભાઇએ વાહન પરથી કાબૂ ગુમાવતા તેઓ સ્કૂટર સાથે નીચે પડી ગયા હતા હજુ વિનુભાઇ કંઇ સમજે તે પહેલાં જ વાંદરા ટોપી પહેરેલા ત્રણ પૈકી બે શખ્સે તેમને પકડી રાખ્યા હતા જ્યારે ત્રીજા શખ્સે સ્કૂટરમાંથી ચાવી કાઢી ડેકી ખોલી અંદર રહેલો રૂ186 લાખના થેલાની લૂંટ કરી રૂડા બિલ્ડિંગ થઇ જામનગર રોડ તરફ નાસી ગયા હતા આ ત્રણેય શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે