કૈલાશનગરમાં એક પટેલ દંપતિ પર જીવલેણ હુમલો, બે અજાણ્યા શખ્સો ચપ્પુના ઘા મારી ફરાર

  • 4 years ago
સુરતઃશહેરના કૈલાસનગર વિસ્તારમાં થોડા સમય પહેલાં જૈમિન પટેલ નામના શખ્સની હત્યા થઈ હતી ત્યારે આજે જૈમિનના માતા-પિતા પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્શોએ ચપ્પુ વડે તેમના પર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતાજયેશ પટેલ અને તેમની પત્ની અમીતા બેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેમાં માથામાં ફટકા અને ઘા માર્યાં છે હાલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે જેમાંથી હાલ જયેશ પટેલની હાલત ગંભીર છે, જ્યારે તેમની પત્ની અમીતા પટેલને સામાન્ય ઇજા થઈ છે તેવું તબીબે જણાવ્યું છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં જૈમિનની હત્યાને લઇને તેના માતા-પિતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનું પોલીસનું અનુમાન છે