પંચમહાલ-સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવતા સંજીવની દૂધના 50થી વધુ પાઉચ રસ્તે રઝડતા મળ્યા

  • 5 years ago
પંચમહાલઃસરકારી શાળાઓ અને આંગણવાડીમાં પહોંચાડવામાં આવતા સંજીવની દૂધના 50થી વધુ પાઉચો શહેરાના કાંકરી ગામ પાસે આવેલી સરકારી વિનયન કોલેજ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યા છે
દૂધના પાઉચ કોણ ફેંકી ગયુ તે તપાસનો વિષય
રાજ્યભરમાં સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં સરકારની દૂધ સંજીવની યોજના અમલી છે જે અંર્તગત દૂધના સંજીવની દૂધના પાઉચ પહોચાડવામા આવે છે, ત્યારે કાંકરી ગામ પાસે આવેલા સરકારી વિનયન કોલેજની સામે આવેલ ખુલ્લી જગ્યામાં દૂધ સંજીવની યોજનાના 50થી વધુ પાઉચનો જથ્થો ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો આ સંજીવની યોજનાના દૂધના પાઉચ કોણ ફેંકી ગયુ છે, તે હજુ સુધી જાણી શકાયુ નથી સરકાર દ્વારા બાળકોનું શારિરીક સ્વાસ્થ્ય મજબૂત બને અને પોષણક્ષમ તત્વો તેમના શરીરને મળી રહે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જોકે આ યોજનાના દૂધના પાઉચ અનેક વખત ફેકી દીધેલી હાલતમાં જોવા મળતા આ યોજના કેટલી સાર્થક છે તેની સામે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે

Recommended