મહાકાય અજગરને પકડવા કૂવામાં ઉતર્યો, ભરડો લીધા પછી પણ પકડીને બચાવ્યો
  • 4 years ago
કેરલના ત્રિસુર જિલ્લામાં પેરમંગલમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ કૂવામાં પડેલા અજગરને બચાવવા માટે માત્ર દોરડાના સહારે અંદર ઉતરે છે 40 ફૂટ ઊંડો કૂવો પાણીથી ભરેલો હોવાથી તે ઊંધા શરીરે અંદર લટકીને તેને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરે છે એક તબક્કે તો એક હાથે દોરડું પકડીને પગ કૂવાની દિવાલે ટેકવીને અજગરને પકડવા માટે પણ પ્રયત્નો કરે છે માત્ર દોરડાના સહારે કૂવામાં લટકતો શિગિલ ઉર્ફે શ્રીકુટ્ટન એક પ્રોફેશનલ સ્નેક કેચર હોવાથી તે આ પ્રકારના જોખમી સ્ટંટ સાથે અજગરનું રેસ્ક્યુ કરવાનો ભરપૂર પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો અજગરને બચાવવાનું આ રેસ્ક્યુ ઓપરેશન ખતરનાક છે કેમ કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે શરીરે ભરડો લેવા મથતા અજગરનું મોંઢુ દબોચીને છેક ઉપર કૂવાના કિનારીએ પહોંચેલો સ્નેક કેચર ત્યાંથી પાણીમાં પટકાય છે જો કે, અગાઉ આવાં અનેક દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને અંજામ આપી ચૂકેલા સ્નેક કેચરે તેના અનુભવના કારણે જીવના જોખમે પણ કૂવામાંથી અજગરને બહાર નીકાળવામાં સફળતા મેળવી હતી
તેના આ જોખમી કહી શકાય તેવા રેસ્ક્યુ ઓપરેશનના વીડિયોઝ કેટલાક ગ્રામીણોએ રેકોર્ડ કર્યો હતો જે હવે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ થવા લાગ્યા છે
--
Recommended