પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, વોર મ્યૂઝિયમમાં વિંગ કમાન્ડર અભિનંદનનું સ્ટેચ્યૂ મૂક્યું

  • 5 years ago
પાકિસ્તાને કરાચીના એરફોર્સ મ્યૂઝિયમમાં યોજાયેલા પ્રદર્શનના નામે કરેલી એક વિવાદાસ્પદ હરકત સામે આવતાં જ અનેક ઈન્ડિયન્સ યૂઝર્સ ભડક્યા હતા પાકિસ્તાને તેમનાઆ સંગ્રહાલયમાં વિંગ કમાન્ડર અભિનંદનનું પૂતળું પણ લોકોનું ધ્યાન ખેંચવા માટે રાખ્યું છેફેબ્રૂઆરી 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી અથડામણની થીમ પર આપ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પાકિસ્તાનના એર ચીફ માર્શલે ગયા સપ્તાહે કર્યું હતું જે સ્થળે આ સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે તેને ‘ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ’નામઆપવામાં આવ્યું છે પાકિસ્તાને વિંગ કમાન્ડર પાસેથી મળેલી દરેક વસ્તુ જેવી કે ઈન્ડિયન આર્મીનો ડ્રેસ, મિગ-21ના ટૂકડાઓ ઉપરાંત ચાનો કપ પણ રાખ્યો છે તમને જણાવીદઈએ કે વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું હતું જો કે, તેમનું મિગ વિમાન પણ અથડામણમાં ભોગ બનીને પાકિસ્તાનમાં પડતાં જ તેઓ ત્રણદિવસ સુધી બંધક બનીને રહ્યા હતા ખોટા ગર્વ અને શાનમાં વધારો કરવા આયોજન કરાયેલા આ પ્રદર્શનની ઝાંખી જોઈને એક જ સવાલ થાય કે ભારત સામે પછડાટો ખાધાબાદ પણ નહીં સુધરેલું પાકિસ્તાન હવે નવું શું ષડયંત્ર રચી રહ્યું છે?

Recommended