સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું, રવી પાકોમાં વધુ એક મારથી ખેડૂતોની હાલત દયનીય

  • 4 years ago
ભુજ/રાજકોટ: ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે ત્યારે આજે ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો

Recommended