સોમવારે 150 રૂપિયા ભાવ તૂટ્યો, મગફળી વેચતા ખેડૂતોનો મંગળવારે પણ ઘસારો
  • 5 years ago
હિંમતનગર: માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે ગઈકાલે રૂ 150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ઘસારો રહ્યો છે સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ150 નો કડાકો બોલી ગયો હતો શનિવારે મહત્તમ રૂ1470 ભાવ બોલાયા બાદ સોમવારે મહત્તમ રૂ 1323નો ભાવ પડ્યો હતો
Recommended