બ્રિટિશ કંપનીએ બનાવ્યું સોનાનું એટીએમ, કાર્ડની કિંમત 14 લાખ રૂપિયા

  • 5 years ago
લંડન- બ્રિટિશ સરકારના તાબા હેઠળની કંપની ધ રોયલ મિંટે દુનિયાનું સૌ પ્રથમ સોનાનું એટીએમ કાર્ડ બનાવ્યું છે આ મોંઘાદાટ કહી શકાય તેવા કાર્ડને બનાવવા માટે તેમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પેમેન્ટ કાર્ડની કિંમત 18750 યૂરો એટલે કે અંદાજે 14 લાખ 70 હજાર રૂપિયા છે આ એટીએમ કાર્ડને કંપનીએ રેરિસ નામ આપ્યું છે જો કે, આ કાર્ડ સામાન્ય જનતા માટે નથી તેનો વપરાશ કરવા માટે કંપની સિલેક્ટેડ લોકોને જ આપશે જેના કારણે આ કાર્ડને પણ લક્ઝરી પેમેન્ટ કાર્ડની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે હજુ સુધી તે કોને આપવામાં આવ્યું છે કે પછી કોને આપવામાં આવશે તેવી કોઈ જ માહિતી સામે આવી નથી

આ કાર્ડની ખાસિયતની વાત કરીએ તો તેના પર ગ્રાહકનું નામ અને સાઈન હશે સાથે જ તેમાં કોઈ પણ પ્રકારની ટ્રાન્જેક્શન ફી નહીં લાગે કે પછી કોઈ પણ પ્રકારની ફોરેન એક્સચેંજ ફી પણ લગાડવામાં આવશે નહીં

Recommended